ધાબળા સ્વેટર સકેલી ન લેતા: આવતીકાલથી ઠંડીનો નવો રાઉન્ડ આવે છે.

જો તમે એવું વિચારતા હો કે હવે ઠંડી ગઈ તો એ તમારી ભૂલ છે ! માટે તમે ધાબળા અને સ્વેટરને સાચવીને મૂકી દેવાનો પ્લાન કરતા હો તો ન કરતા કેમ કે ઠંડી નો નવો રાઉન્ડ આવી રહ્યો છે.

આજે અને ગઈ કાલે સવારે પણ ઠંડી સાવ ગાયબ થઈ ગઈ હતી અને દરેક સ્થળોએ ડબલ ડિજિટમાં તાપમાન નોંધાયું હતું. જો કે, હવે ફરી આવતીકાલથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે અને લઘુત્તમ તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો ઘટાડો થશે.

હવામાન કચેરીના જણાવ્યા અનુસાર આજે બપોર બાદ ફરી પવનની દિશા બદલાશે અને ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થશે, આથી ફરી આવતીકાલથી સર્વત્ર ઠંડી ક્રમશ: વધશે.

આ સમાચારને શેર કરો