વાંકાનેર: દવાખાને કે અંતિમ વિધી માટે લાડલા ટ્રાવેલ્સે શરુ કરી ફ્રિ સેવા

વાંકાનેર : જેમને કામ જ કરવું છે, સેવા જ કરવી છે અન્ય કોઈપણ રીતે લોકોને મદદરૂપ થવું છે તેમને વિષય તો મળી જાય… ઘણી વખતે અકસ્માત કે કોઈ બીમારી સબ એમ્બ્યુલન્સની જરૂર પડે અને એ જ સમયે એમ્બ્યુલન્સ ન મળે ત્યારે કેવી મુશ્કેલી થાય છે એ તો અનુભવ થયો હોય એમને જ ખ્યાલ હોય પરંતુ વાંકાનેરના લોકોને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ માટે લાડલા ટ્રાવેલ્સ દ્વારા કોઈપણ વ્યક્તિને કોઇપણ કારણોસર હોસ્પિટલે પહોંચાડવામાં તેમજ અંતિમવિધિ માટે મૃતકને સ્મશાન કે કબ્રસ્તાને લઈ જવા માટે લાડલા ટ્રાવેલસે ફ્રી સેવા આપવાની જાહેરાત કરી છે.
વાંકાનેરના લાડવા ટ્રાવેલ્સે સમગ્ર વાંકાનેર તાલુકા (શહેરના તમામ ગામડા)ના દર્દીઓને દવાખાને પહોંચાડવા અને મૃત વ્યક્તિને અંતિમ સંસ્કાર માટે સ્મશાન કે કબ્રસ્તાન લઈ જવા માટે ફ્રિ સેવા શરુ કરી છે.કોઈ પણ જાતના ભેદભાવ વગર લાડવા ટ્રાવેલ્સ દ્વારા આ સેવા ની:શુલ્ક પુરી પાડવામાં આવશે.લાડવા ટ્રાવેલ્સે શરુ કરેલ સેવાનો લાભ લેવા સાહિલભાઈ ઠાસરીયા મો.99983 63114, 90339 63114 પર સંપર્ક કરવો.
