તીથવા PHCમાં નવજાત શિશુને BCGની રસી આપવામાં અપાતી ખો

વાંકાનેર: તીથવા પીએચસીમાં નવજાત શિશુને આપવામાં આવતી બીસીજીની રસી અપાવવા માટે બાળકના વાલીઓને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અને પીએચસી માંથી કોઈ યોગ્ય જવાબ મળતો નથી.

આ બાબતની તીથવા ગામમાં પરવેજ નગરમાં રહેતા ગુલામરસુલભાઈ સિપાઈએ તાલુકા હેલ્થ ઓફિસર ને લેખિતમાં ફરિયાદ કરી છે કે તેઓને ત્યાં ગત તારીખ 18/ 10 / 2019 ના રોજ બેબીનો જન્મ થયો છે જેમને સરકારશ્રીના અભિયાન અંતર્ગત તેના શ્રેષ્ઠ આરોગ્ય માટે બીસીજીની રસી અપાવી પોતે યોગ્ય સમજે છે. અને જે માટે તેઓ પોતાના ગામ તીથવામાં આવેલા પી એસ સી સેન્ટર પર છેલ્લા પંદર દિવસથી આ બીસીજીની રસી મુકવા માટે રૂબરૂ જાય છે. પણ ત્યાં તેમને કોઈ યોગ્ય જવાબ આપતું નથી અથવા તો દર વખતે નવા નવા બહાના બતાવીને એમને તો તોછડાય ભર્યા જવાબો આપવામાં આવે છે. તેમજ પંદર દિવસ ધક્કા ખાધા પછી પણ બી.સી.જી ની રસી મૂકી આપી નથી.

આખરે ફરિયાદી થાકીને તેમના બાળકની આરોગ્ય સામે તીથવા PHCનો જવાબદાર સ્ટાફ ખિલવાડ કરી રહ્યો છે. જેમની લેખિત ફરિયાદ તાલુકા હેલ્થ ઓફિસર વાંકાનેર ખાતે કરી છે. તેમના બાળકોનું આરોગ્ય જોખમાય તો તેની સંપૂર્ણ જવાબદારી PHCની રહેશે એવું જણાવ્યું છે. તેમજ બાળકોને મળતી આરોગ્ય સેવા સમયસર મળે તે માટે ઘટતું કરવાની વિનંતી કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર બાળકોની તંદુરસ્તી અને શાળા આરોગ્ય ને માટે લાખો રૂપિયાના ખર્ચા કરે છે પરંતુ ગ્રામ્ય કક્ષાએ PHC સેન્ટરમાં ઘર કરી ગયેલ સ્ટાફ નિંભર થઈ અને કામગીરી કરવામાં બેદરકારી દાખવે છે અને આવનાર લોકો સાથે સારો વહેવાર અને વર્તુણક કરતા નથી પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં બાળકોના આરોગ્ય સાથે આવા કર્મચારી જેઓ સરકારની તિજોરીમાંથી હજાર રૂપિયાનો પગાર દર મહિને મેળવે છે. તેવા લોકોને તેમની ફરજ નું ભાન કરાવવું રહ્યું.

ખરી હકીકત એ છે આવા નવજાત શિશુને મમતા દિવસે તેમના ઘરે જઈને બોલાવીને સબ સેન્ટર કે પી એચ સી ખાતે તેઓને વેક્સીન આપવાનું રહે છે. આવો સ્ટાફ તે કામગીરી તો નથી કરી શકતો પરંતુ જે લોકો શિક્ષીત છે, જાગૃત છે. તેવા લોકો સામેથી પીએચસી સેન્ટર પર આવે છે ત્યારે પણ વેક્સિન આપી આપતા નથી તેવા સ્ટાફ સામે કાયદેસરના પગલાં ભરવા જોઇએ.

આ કિસ્સો એક શિક્ષિત અને સમજદાર વ્યક્તિના કારણે જાહેર થયો છે પણ જે લોકો પાસે શિક્ષણ નથી તેવા લોકો ને આવો નિંભર સ્ટાફ કેટલો પરેશાન કરતો હશે અને કેવી આરોગ્યલક્ષી સેવા આપતા હશે તે સમજી શકાય તેવી વાત છે.

તિથવા પી.એચ.સી.ના સ્ટાફ દ્વારા જો આવી બેદરકારી રાખવામાં આવતી હોય તો તેમની તપાસ કરી અને કાયદેસરના પગલાં લેવાય તેવી કામગીરી આ વિસ્તારના લોક પ્રતિનિધિઓએ/ આગેવાનોએ તીથવા ગામના લોકહિત માટે કરવી રહી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો