Placeholder canvas

કચ્છ: ભચાઉ-અંજારમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા,લોકોમાં ગભરાટ

કચ્છના ભચાઉ-અંજાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા 4.3ની માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિમી દૂર હતું.

કચ્છમાં પાંચ જેટલી ફોલ્ટ લાઇનો આવેલી છે જેના કારણે અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ ફોલ્ટ લાઇનમાંથી વાગડ ફોલ્ટ લાઇન સૌથી વધુ સક્રિય માનવામાં આવે છે. ભૂકંપના આંચકાના કારણે ડરી ગયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. વર્ષ 2001માં કચ્છમાં ગોજારો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક જીંદગીઓનો ભોગ લેવાયો હતો. આ ભૂકંપ બાદ પંથકમાં સતત આંચકાઓ અનુભવાતાં રહે છે.

આ સમાચારને શેર કરો