NMMSની પરીક્ષામાં પીપળીયા વાલાસણના વિદ્યાર્થીઓએ જિલ્લામાં ટોપ-3માં સ્થાન મેળવ્યું.

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે સ્કોલરશીપ માટેની પરીક્ષા એન એમ એમ એસ લેવામાં આવે છે આ પરીક્ષા ઘણા બધા વિદ્યાર્થીઓ આપતા હોય છે પરંતુ તેમાં સફળતા ખૂબ ઓછી મળે છે. આ વર્ષે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ અને વાલાસણ ગામ ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ચાર વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.

આવી સ્પ્રર્ધાત્મક પરીક્ષા માટે ૧-૧ માર્કસ માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. આમ જોઈએ તો આ પરીક્ષા લોઢાના ચણા ચાવવા જેવી કહી શકાય, કેમકે આ પરીક્ષામાં માત્ર પાસ થવું પૂરતું નથી પરંતુ મેરીટમાં આવું ખૂબ જરૂરી છે. મોરબી જિલ્લામાંથી માત્ર બાવીસ વિદ્યાર્થીઓને પસંદ કરવાના હોય છે જેમાં વાંકાનેર તાલુકામાંથી માત્ર ચાર વિદ્યાર્થીઓને પસંદ કરવાના હોય છે. આ વર્ષે આ ચાર વિદ્યાર્થીમાંથી ત્રણ વિદ્યાર્થીઓ વાલાસણ પીપળીયામાં આ પરીક્ષાની તૈયારી કરાવતા ઇલ્મુદીન સાહેબના વિદ્યાર્થીઓ અને એક વાંકાનેર પેડક્નો વિદ્યાર્થી આમ કુલ ચાર વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન મેળવતા તેમની પસંદગી કરવામાં આવી છે.

હવે આ વિદ્યાર્થીઓને શૈક્ષણિક નવા સત્રથી 4 વર્ષ સુધી દર મહિને 1 હજાર રૂપિયા સ્કોલરશીપ મળશે. એટલે કે તેમને ચાર વર્ષમાં ૪૮ હજાર રૂપિયાની કોલરશીપ મળશે. એથી મહત્વનું એ છે કે આ વિદ્યાર્થીઓ ના નોલેજમાં ૪૮ હજાર કરતાં પણ વધારે કિંમતી નોલેજનો વધારો થયો છે અને સ્પર્ધાત્મક પરીક્ષા કેવી હોય છે અને કેવી તૈયારી કરવાનો અત્યારથી જ એમને અનુભવ થઈ ગયો છે.

ઇલ્મુદીન કડીવાર સાહેબ

વાલાસણ/પીપળીયાના વિદ્યાર્થીઓ

1 માથકિયા માહેનૂર રસુલભાઇ-પીપળીયારાજ (માર્કસ 180 /146) મોરબી જિલ્લામાં બીજો અને વાંકાનેર તાલુકામાં પ્રથમ નંબર

2 કડીવાર રહેબર રઝા મંજૂરહુસેન-વાલાસણ (માર્કસ 180 /141) મોરબી જિલ્લામાં ત્રીજો અને વાંકાનેર તાલુકામાં બીજો નંબર

3 નગવાડીયા તુષાર ઉમેદ વાલાસણ (માર્કસ 180 /113) S.C.કેટેગરીમાં મોરબી જિલ્લામાં બીજો અને વાંકાનેર તાલુકામાં પ્રથમ

વાંકાનેર તાલુકામાંથી કુલ ચાર વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓ એવા છે. જેઓ એ વાલાસણ ગામના ઇલ્મુદીન સાહેબ પાસે કોચિંગ લીધું હતું. આ ત્રણેય વિદ્યાર્થીઓ ગ્રામ્ય કક્ષાના છે તેમને પોતાની શાળાના આચાર્યો એ ખૂબ સારું પ્રોત્સાહન આપ્યું હતું અને ઇલ્મુદીન સાહેબ જેવા મહેન્તુ શિક્ષક પાસે કોચિંગ લેવાની સલાહ આપી હતી જેના પરિણામ સ્વરૂપે આ ત્રણેય વિદ્યાર્થીઓને સફળતા મળી છે.

આમ ખૂબ ખુબ જ અઘરી ગણાતી આ પરીક્ષામાં ખૂબ જ સારો દેખાવ કરીને પિપળિયારાજ સી.આર.સી નું તેમજ વાલાસણ પીપળીયાનું અને પોતાના પરિવાર તેમજ શિક્ષકનું નામ રોશન કરેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો