ટંકારા કોર્ટમાં હાજરી આપવા આવેલ હાર્દિક પટેલની એલસીબીએ અટકાયત કરી

અમદાવાદના રામોલ કેસમાં મોરબી એલસીબીએ હાર્દિક પટેલની અટકાયત કરી

By Jayesh Bhatasna -Tankara

ટંકારા : ટંકારામાં જાહેરનામા ભંગના કેસમાં નોંનબેલેબલ વોરંટ ઇસ્યુ થતા આજે હાર્દિક પટેલ આ કેસમાં હાજરી આપવા ટંકારાની કોર્ટમાં હાજરી આપવા આવ્યો હતો. જો કે આ કેસમાં તે જામીન પર છૂટ્યા બાદ મોરબી એલસીબીએ અમદાવાદના રામોલ કેસમાં ફરાર રહેલા હાર્દિક પટેલની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ટંકારામાં વર્ષ 2017માં જાહેરનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ સહિત 33 લોકો સામે ગુનો નોંધાયો હતો. આ કેસ અગાઉ ટંકારા કોર્ટમાં ચાલી જતા હાર્દિક પટેલ કોર્ટની મુદતમાં ગેરહાજર રહેતા તેમની સામે નોનબેલબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. તેથી, હાર્દિક પટેલ આ કેસમાં હાજરી આપવા ટંકારા કોર્ટમાં આવ્યો હતો. કોર્ટમાં તેમના વકીલ મુકેશભાઈ બારૈયાની દલીલના આધારે રૂ. 500નો દંડ અને રૂ. 15 હજારના જામીન પર છુટકારો થયો હતો.

જ્યારે સરકારી વકીલ પૂજાબેન જોશીએ અન્ય કેસો મામલે પણ વલણ બાબતે સ્પષ્ટતા કરી હતી અને આ કેસમાં આગામી દિવસોમાં કોર્ટની મુદતમાં હાજર રહેવાનું ફરમાન કરાયું છે. ત્યારે અમદાવાદના રામોદ કેસમાં હાર્દિક પટેલ વિરુદ્ધ નોનબેલેબલ વોરંટ ઇસ્યુ થતા આજે ટંકારા કોર્ટમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલની મોરબી એલસીબીએ અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. પોલીસે અમદાવાદના રોમોલ વિસ્તારમાં થયેલા કેસમાં હાર્દિકની અટકાયત કરી હતી.

આ સમાચારને શેર કરો