કુતહુલ: વાંકાનેર તાલુકાના કેટલાક ગામોમાં રાખ અને કાગળના કટકા ઉપરથી પડયા !!

વાંકાનેર તાલુકાના કેટલાક ગામોમાં આકાશમાંથી રાખ અને કાગળના કટકાઓ જેવું પડતું હોવાથી લોકોમાં ભારે પ્રફુલ સર્જાયું છે. લોકોમા આ શું પડે છે? ક્યાંથી આયુ ? વગેરે ચર્ચાઓ થઈ રહી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર પાંચદ્વારકા તીથવા પીપળિયા રાજ વિગેરે ગામમાં ઉપર આકાશમાંથી રાખ અને કાગળના કટકાઓ સાંજના ૬ વાગ્યાથી પડી રહ્યા છે. આ રાખ અને કાગળના કટકા ના વરસાદથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે તો કેટલાક લોકો એવું કહેતા પણ થયા છે કે રાતાવીરડા પાસે પેપર મિલમાં લાગેલી આગની રાખ અને પેપરના કટકાઓ પવન સાથે અહીંયા પહોંચ્યા છે. જ્યારે વાંકાનેર સીટી, રાતીદેવડી, પંચાસર ચંદ્રપુર માં આવું કશું જોવા મળ્યું નથી, તેવી માહિતી મળી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો