Placeholder canvas

વાંકાનેર: સાસરીયાને નિદોષૅ છોડતી વાંકાનેર કોર્ટે

વાંકાનેરના ખૂબ જૂના વેપારી એવા રહીમભાઈ પરાસરા (કંસારા, એમ આર પી)ના પુત્ર મંજૂરહુસેન રહીમભાઈ પરાસરા અને તેમના પરિવારના સભ્યો ઉપર તેમના પત્ની અને લાલપરના રહીમભાઈ પટેલની દીકરી ફિરદોસબેન રહીમભાઈ ખોરજીયાએ ફરિયાદ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તા.૧૬/૨/૨૦૨૨ ના રોજ તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે,લાલપરના ફીરદોશબેન રહીમભાઈ ખોરજીયાએ તેમના પતિ મંજુરહુશેન રહીમભાઈ પરાસરા (એમ.આર.પી.) તથા સસરા રહીમભાઈ અભરામભાઈ પરાસરા,સાસુ રીમીબેન,દિયર મહમદરજાક,નણંદ નુરજહાંબેન તથા કાકાજી સસરા મીમનજીભાઈ પરાસરા સામે રાજકોટ પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાવેલ કે,તેમના પતિ તથા ઉપર જણાવેલ સસરા પક્ષના ભેગા મળી લગ્નજીવન દરમ્યાન નાની બાબતમાં મેણા-ટોણા બોલતા હતા તેમજ પિયરથી કરીયાવર ઓછો લાવેલ છો જેથી રૂપિયા લઈ આવતેમ કહી દહેજની માંગણી કરતા હતા તેમજ ફરીયાદીને સંતાન ન થતા જે બાબતે મારકુટ કરી તારા માવતરે જતી રહે અને તલ્લાકનામું આપી દે નહીતર જાનથી મારી નાંખીશ તેવી ફરીયાદ કરેલી.

જે અન્વયે વાંકાનેર પોલીસે આરોપીઓ સામે ઈ.પી.કો.કલમ-૪૯૮(ક), ૩૨૩,૫૦૪, ૫૦૬(ર),૧૧૪ તથા દહેજ ધારાની કલમ-૩(૫) મુજબનું ચાજૅશીટ કરેલ.સદરહું કેસ ચાલી જતા ફરીયાદપક્ષે સાત સાહેદોને તપાસેલા તથા નવ દસ્તાવેજી પુરાવા રજુ કરેલા ત્યારબાદ બંને પક્ષકારોને સાંભળીને તથા આરોપી પક્ષે વાંકાનેરના સીનીયર ધારાશાસ્ત્રી હરીશભાઈ શેઠે હાઈકોર્ટે તથા સુપ્રિમકોટૅના ચુકાદાઓ રજુ કરેલ તે ધ્યાને લઈ નામ.કોર્ટે ફરીયાદીએ હાલની ફરીયાદ એકમાત્ર આરોપીઓને હેરાન-પરેશાન કરવા કરેલ હોય તેવી બચાવપક્ષની દલીલ માન્ય રાખી વાંકાનેરના મહે.જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ શ્રી એમ.સી.પટેલે તા.૧૬/૨/૨૦૨૨ ના રોજ તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી પક્ષે વાંકાનેરના સીનીયર વકીલશ્રી હરીશભાઈ શેઠ રોકાયેલ હતા.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો