Placeholder canvas

વાંકાનેર: રાતાવીરડા પાસે પેપરમિલમાં લાગી ભયંકર આગ…

ગોંડલ, રાજકોટ, મોરબી, હળવદના 10થી 12 જેટલા ફાયરબંબા આગ બુઝાવવાના પ્રયાસમાં, હજુ અમદાવાદ, સુરેન્દ્રનગર અને જામનગરથી પણ ફાયરની ટિમો બોલવાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા પાસે આવેલ પેપરમિલમાં લાગેલી વિકરાળ આગ 8 કલાક બાદ પણ હજુ બેકાબુ છે. ગોંડલ, રાજકોટ, મોરબી, હળવદના 10થી 12 જેટલી ગાડીઓમાંથઈ ફાયરફાઈટરો હાલ પાણીનો મારો ચલાવી રહ્યા છે. હજુ અમદાવાદ, સુરેન્દ્રનગર અને જામનગરથી પણ ફાયરની ટિમો બોલવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રાતાવીરડા નજીક આવેલ દિયાન પેપરમિલમાં બપોરે 1 વાગ્યાના અરસામાં ભયંકર આગ ભભૂકી ઉઠતા વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી તેમજ વાંકાનેર ફાયર બ્રિગેડ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ વેસ્ટ પેપરની ગાસડીઓ લાગેલી આગ ભયાનક બની હોય મોરબી, ગોંડલ, રાજકોટ, હળવદના ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી છે. હાલ 10થી 12 જેટલા ફાયરફાઈટરો હાલ પાણીનો મારો ચલાવી રહ્યા છે. હજુ અમદાવાદ, સુરેન્દ્રનગર અને જામનગરથી પણ ફાયરની ટિમો બોલવવામાં આવી છે. આ આગ 8 કલાક બાદ પણ બેકાબુ રહી છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો