Placeholder canvas

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1000ને પાર, નવા 92 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે. શુક્રવારે કોરોના વાયરસના 92 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1021 થઈ છે. આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિએ પ્રેસ કૉન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી.

ક્યાં કેટલા કેસ નોંધાયા :

શુક્રવારે નવા સામે આવેલા 92 કેસમાં અમદાવાદમાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, આણંદમાં 1, ભરૂચમાં 8, બોટાદમાં 3, છોટાઉદેપુરમાં 1, દાહોદમાં 1, ખેડામાં 1, મહીસાગરમાં 1, નર્મદામાં 5, પંચમહાલમાં 2 અને મહેસાણામાં એક કેસ નોંધાયો છે.

કોરોનાના આંકડા પર એક નજર :

17મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યાની સ્થિતિ પ્રમાણે કુલ પોઝિટિવ કેસ 1,021 થયા છે. જેમાંથી 73 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ રાજ્યમાં આઠ લોકો વેન્ટીલેટર પર છે. જ્યારે કોરોનાને કારણે 38 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1,608 ટેસ્ટ કરાયા છે, જેમાંથી 150 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

લોકોને પેનિક ન થવાની સલાહ

ડૉક્ટર જયંતિ રવિએ કેસ વધવાથી લોકોને પેનિક ન થવાની સલાહ આપી છે. સાથે જ જણાવ્યું હતું કે જો તમે પેનિક થશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી જશે. આથી પેનિક થવાને બદલે બધા નિયમોનું પાલન કરવામાં સહકાર આપવાની સલાહ આપવામાં આવી છે.

કેરલનો પ્રયોગ ગુજરાતમાં થશે

આરોગ્ય અગ્ર સચિવના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ કેરળની જેમ જે દર્દી કોરોનાની બીમારીમાંથી સાજો થયો છે તેનો પ્લાઝ્મા ગંભીર હોય તેવા દર્દીને ચડાવવામાં આવશે. જેના કારણે ક્રિટિકલ દર્દીના શરીરમાં એન્ટીબોડી તૈયાર થશે.

ગુરુવારે સાંજે છ વાગ્યા સુધીની સ્થિતિ :

ગુરુવારે સાંજે છ વાગ્યાની સ્થિતિમાં રાજ્યમાં કોરોના વાયરસના કુલ 929 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી આઠ લોકો વેન્ટીલેટર પર હતા, જ્યારે 36 લોકોનાં મોત થયા છે. આ સાથે 73 લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુરુવાર સુધી કુલ કેસમાંથી અડધાથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. અમદાવાદમાં કુલ 545 કેસ નોંધાયા હતા, જ્યારે 17 લોકોનાં મોત થયા છે, તેમજ 21 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો