વાંકાનેર:માટેલમાં પિતા-પુત્ર વચ્ચે માથાકુટ થતા બાપે દિકરાને બેલું ઠોક્યુ.!
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે ખેતર વેચવાની વાત કરતા પુત્રને પિતાએ ઉશ્કેરાઇ જઇને પગમાં પથ્થરનું બેલુ ઠોકતા પુત્રને ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં આ બનાવની નોંધ તાલુકા પોલીસે કરી તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માટેલ ગામે રહેતા 25 વર્ષીય મનસુખભાઇ અવચરભાઈ બાવરવાએ તેના પિતા અવચરભાઇ જગાભાઇ બાવરવાને વડીલોપાર્જિત જમીન (ખેતર) વેચવા માંગતા હોય તેવી વાત કરતા પિતાએ ખેતર વેચવાની ના પાડતા ઉશ્કેરાટમાં પથ્થરનું બેલું પગના ભાગમાં ઠૉકતા મનસુખભાઈને ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી. જેથી, તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં મનસુખભાઈએ તેના પિતા અવચરભાઈ વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…