Placeholder canvas

ગુજરાતમાં કોરોના બાદ ઘાતક રોગ મ્યૂકર માઈકોસીસની એન્ટ્રી

કોરોનાની મહામારી બાદ ગુજરાતમાં મ્યુકોર માઈકોસીસે હૂમલો કર્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 64 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોના જેવી જ વધુ એક ગંભીર બીમારીએ એન્ટ્રી કરી છે. રાજ્યમાં મ્યુકર માઈકોસીસના કેસ વધી રહ્યા છે. કોરોનાની રિકવરી બાદ મ્યુકોર માઈકોસીસના લક્ષણો જોવા મળ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે મહિનામાં 44 દર્દી સામે આવ્યા છે, જેમાં મોટા ભાગના દર્દી ડાયાબિટીસ વાળા છે, મોટી ઉંમરના છે, નાની વયના એક બે કેસ છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે. અંધાપો આવે છે, આ બીમારી કેન્સર કરતાં પણ ઝડપથી શરીરમાં પ્રસરે છે. મ્યુકોર માઈકોસીસ એક ઘાતક બીમારી છે નાક, આંખ, કાનમાં તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લેવી હિતવાહ છે.

કોરોના પછી થતી આ બીમારી સામે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું હતું, પરંતુ લોકો સુધી આ એલર્ટની બાબત ગુજરાત સરકારે છુપાવી રાખી હોવાનું સામે આવતાં વિવાદ ખડો થયો છે.

મ્યુકર માઈકોસીસ
આ ફંગલની ઘાતક વાત એ છે કે આ આંખની નીચે જ્યાં સરદી ભરાતા હોય છે જેને મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે.
મ્યુકર માઈકોસીસના લક્ષણો
આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.

આ સમાચારને શેર કરો