Placeholder canvas

કેદીઓને સુવિધા પુરી પાડવાના ગુનામાં ગોંડલના જેલર થયા જેલ હવાલે

જેલર ડી.કે.પરમાર રિમાન્ડ પૂરા થતાં હવે મુકામ કારાવાસમાં, કેદીઓને સુવિધા આપવી મોંઘી પડી

ગોંડલ સબજેલના જેલર ડી.કે.પરમારની સબજેલમાં કેદીઓને સુવિધાઓ પુરી પાડવાના ગુનામાં જેલરની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટે જેલર ડી.કે.પરમારનાં બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ હતા.

જે રિમાન્ડ પુરા થતા પોલીસે જેલરને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેલરના વકીલ દ્વારા જેલર ને જામીન ઉપર છોડવાની અરજી કરતા કોર્ટે અરજી નામંજુર કરી હતી અને જેલરને રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલરને ખુદને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે.

આ સમાચારને શેર કરો