રાજકોટમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયાર સાથે ઝડપાયા

રાજકોટમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયારો સાથે ઝડપાયા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા છે. પોલીસે સંજય ઘવા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ જપ્ત કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ રાજકોટમાં રાત્રિ કરફ્યૂનો ચુસ્ત અમલ ચાલી રહ્યો છે. આવામાં રાત્રિ કરફ્યૂમાં ચેકિંગ દરમિયાન પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવાને હથિયારો સાથે ઝડપ્યા છે. પોલીસે સંજય ઘવા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ સાથે ધરપકડ કરી છે.

પ્રદ્યુમનનગર પોલીસે આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી)–એ તથા આઇ.પી.સી. કલમ-૧૮૮ મુજબ સંજય ઘવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંજય ઘવાનીવોક્સ વેગન કાર નંબર જી.જે.૦૩ કે.એચ. 5062 ના ડેસ્કબોર્ડના ખાનામાંથી કોઇપણ જાતના લાયસન્સ કે આધાર વગર દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તથા 5 કાર્ટિઝ કિંમત રૂપિયા ૫૦૦ છે. પ્રદ્યુમનનગર પોલીસે સંજય ઘવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •