Placeholder canvas

હડમતિયામા શ્વાનોને શિયાળામાં ચોખ્ખાં ઘીનાં અડદિયા પાક અને શીરોની મોજ કરાવતો યુવાન

સ્વર્ગસ્થ દાદાજીની ત્રણ પેઢીથી ચાલતા શ્વાન પ્રત્યેના સેવાયજ્ઞનો વારસો ટકાવી રાખતો પ્રપૌત્ર

ટંકારા તાલુકાના હડમતિયા ગામમા વાડીનું રખોપું કરતાં શ્વાનો તેની જાન કુરબાન કરી દેવા સુધીની વફાદારી દેખાડતાં હોય છે ત્યારે શિયાળાની હાડ થીજાવતી કડકડતી ઠંડીમાં માણસ ઘરમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે.

ત્યારે સ્વ. લેઉઆ પાટીદાર ટપુઆતા ડાકાના ત્રણ પેઢીથી ચાલ્યો આવતો શ્વાન પ્રત્યેના સેવાયજ્ઞની જયોત પ્રજ્વલિત રાખતો પ્રપૌત્ર ભૌતિક ઉર્ફે ભોલો..દાદાજીની જેમ ચોમાસાના બારેમેઘ ખાંગા હોય કે શિયાળાની હાડ થીજાવતી કડકડતી ઠંડી હોય ભોલાનો નિત્યક્રમ વાડીનાં શ્વાનમાદાના આને તેમના ગલુડીયાઓને શિયાળામાં ચોખ્ખાં ઘીનાં કાજુ-બદામથી ભરપુર અડદીયા તેમજ શીરોનું ભોજન કરાવવાનું ચુક્તો નથી પોતાનાં દાદાજીનો ત્રણ પેઢીનો વારસો જાળવી રાખીને માનવતા જ શ્રેષ્ઠ ધર્મના સુત્રને સાર્થક કરી રહ્યો છે

આ સમાચારને શેર કરો