ટંકારા: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 74.32 ટકા મતદાન થયું
By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 74.32 ટકા મતદાન થયું છે.
ટંકારા તાલુકા ની કુલ ૨૨ ગ્રામ પંચાયતોમાં સામાન્યપણે એ જોવામાં આવી હતી ત્યાં આજે સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 41728 મતદારોમાંથી 31012 મતદારોએ મતદાન કર્યું હતું. આમ ટંકારા તાલુકાની 22 ગ્રામ પંચાયતમાં સાંજના 5 વાગ્યા સુધીમાં 74.32 ટકા મતદાન થયું છે.
આમ ટંકારા તાલુકા ની 22 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી લડી રહેલા સરપંચો અને સભ્યોના ઉમેદવારનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. થયેલ મતદાનની ગણતરી આગામી તારીખ 21 મી ડિસેમ્બર અને મંગળવારના રોજ કરવામાં આવશે ત્યારે પોતાના ગામના વિકાસ માટે મતદારોએ કરેલો કરેલ નિર્ણય જાહેર થશે