વાંકાનેર:ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બપોર 1વાગ્યા સુધીમાં સરેરાશ 45.11 ટકા મતદાન થયું.
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે થઈ રહી છે આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 45.11 ટકા મતદાન થયું છે.
વાંકાનેર તાલુકામાં કુલ 61 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 1 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી થઈ રહી છે 61 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 51062 પુરુષ મતદારો અને 48094 સ્ત્રી મતદારો કુલ 99156 મતદારો આજે પોતાને મળેલા મતના અધિકારનો ઉપયોગ કરશે.
વાંકાનેર તાલુકાના 61 ગામોમાં સામાન્ય ચૂંટણી છે તેમાં પ્રથમ બે કલાકમાં 24286 પુરુષોએ અને 20442 સ્ત્રીઓએ કુલ 44728 મતદારોએ મતદાન કર્યું છે. આમ કુલ 45.11 ટકા મતદાન થયું છે.
વાંકાનેર તાલુકામાં એક સીંધાવાદર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી ફુલ 2018 પુરુષ મતદારો અને 1993 સ્ત્રી મતદારો કુલ 4011 મતદારો નોંધાયેલા છે. જેમાંથી બપોરે 1 વાગ્યા સુધીમાં ચૂંટણીમા 1061 પુરુષ મતદારો અને 890 સ્ત્રી મતદારો કુલ 1951 મતદારો. મતદાન કરેલ છે. આમ બપોર સુધીમાં કલાકમાં સીંધાવદર ગ્રામ પંચાયતમાં 48.64 ટકા મતદાન થયું છે.