Placeholder canvas

રાતીદેવળી જિલ્લા પંચાયત અને હશનપર તાલુકા પંચાયતના ઉમેદવારના સમર્થનમાં ધમાલપરમાં ભાજપની સફળ મીટીંગ

ધમલપરમાં પરસોતમ ભુવા અને હબીબ હાજીસાહેબનો ભાજપના બંને ઉમેદવારને ખુલ્લો ટેકો

વાંકાનેર: રાતીદેવળી જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર જાહિર શેરસિયા અને હશનપર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર જેરામભાઈ નંદેસરીયા ના ચૂંટણી પ્રચાર માટે ધમાલપર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં ભાજપના અગ્રણીઓ માં કેસરીદેવસિંહજી ઝાલા, ભુવા, હબીબ હાજીસાહેબ, મહાવીરસિંહ ઝાલા, યુસુફભાઈ શેરસીયા ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું.

આ મિટિંગમાં ખાસ ભુવા તથા ભાજપના પીઢ અગ્રણી અને પીએમ નરેન્દ્ર મોદી સાથે અંગત નાતો ધરાવતા હબીબ હાજીસાહેબે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી આપી હતી. તે માટે તમામ લોકોએ કામે લાગી જવાની અપીલ કરી હતી. બંને ઉમેદવારને ધમલપર ગામ અને આજુબાજુના ગામમા કમળ ખીલાવી દેશુ તેની તેવી ખાતરી આપી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો