મહીકા જીલ્લા પંચાયત સીટમાં ગોરધનભાઇ સરવૈયાનો ચૂંટણી પ્રચાર, તાલુકાના મજબુત ઉમેદવારોને ટેકો

વાંકાનેર: મહીકા જીલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર ગોરધનભાઈ સરવૈયા પોતાના મતક્ષેત્રમાં ગામડે ગામડે જઈને જબ્બર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

મહીકા જિલ્લા પંચાયત હેઠળ આવતી ચાર તાલુકા પંચાયત ચારે ચાર ઉમેદવારો પણ મજબૂત હોવાથી ગોરધનભાઈને જિલ્લા પંચાયતની સીટમાં મજબૂત ટેકો મળી રહ્યો છે. તેમજ સાથો સાથ તાલુકા પંચાયતના ચારે ચાર ઉમેદવારને ગોરધનભાઈનો પણ ટેકો મળવાથી તેઓ વધુ મજબૂત બન્યા છે.

મહીકા જિલ્લા પંચાયત અને તેમાં નીચેની તાલુકા પંચાયતની સીટના ઉમેદવારોને સાથે રાખીને ગોરધનભાઈ પ્રચાર કાર્ય કરી રહ્યા છે. દરેક સીટમાંથી તેઓને ખૂબ સારો આવકાર મળ્યો છે. તાલુકા અને જિલ્લામાં ભાજપ તરફી મતદાન કરીને ઉમેદવારને વિજય બનાવવાની ઉમેદવારો અપીલ કરી રહ્યા છે. ભાજપના તાલુકા અને જિલ્લા ના આગેવાનો પણ પ્રચાસરમાં જોડાતા સોનામાં સુગંધ ભળ્યા જેવું થયું છે.

તાલુકા અને જિલ્લાના ભાજપના આગેવાનો પ્રચાર કાર્યમાં કોઈ કચાશ છોડવા માગતા નથી અને માત્ર વિજય નહીં પણ જંગી લીડથી જીતવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. મોટા આગેવાનો ચૂંટણી પ્રચારમાં જોડાયાતા આ વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહ વધ્યો છે. ખૂબ સારું પરિણામ મળશે તેવો લોકજુવાળ ઉભો થયો છે.

આ સમાચારને શેર કરો