Placeholder canvas

ચંદ્રપુર: જો ગામમાં કામ કર્યા હોય તો મત આપજો -સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલા

વાંકાનેર સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણી ને હવે ઝાઝા દિવસો બાકી નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામતો જાય છે અને ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો ગામડા ખુંદતા જોવા મળી રહ્યા છે.

આવા સમયે વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર સીટના ભાજપના ઉમેદવાર દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલાના ચૂંટણી પ્રચારમાં ચંદ્રપુર ગામના સરપંચ અને ઉમેદવારના પતિ હરિશ્ચંદ્રસિંહ ઝાલા મતદારોને ઘરે ઘરે જઈને લોક સંપર્ક કરી રહ્યા છે અને તેઓ ખાસ કહી રહ્યા છે કે જો ગામમાં વિકાસના કામો અમે કર્યા હોય તો અમને મત આપજો…

અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે હરિશ્ચંદ્રસિંહ ઝાલા ચૂંટાયા બાદ તેઓએ ચંદ્રપુર ગામ, ગુલશન અને ભાટીયા સોસાયટીમાં આશરે સવા કરોડ રૂપિયાના વિકાસનાં કામો કર્યા છે જેમાં એકાદ કરોડ રૂપિયાના કામ પૂર્ણ થઈ ચૂકયા છે અને ૨૫ થી ૩૦ લાખના કામો મંજૂર થયેલા છે તે હવે શરૂ થશે.

સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાના નેતૃત્વમાં કોઈપણ પક્ષપાત કે ભેદભાવ વગર કામ કરવામાં આવી રહ્યા છે જુના ચંદ્રપુરમાં સમગ્ર ગામમાં પાણી પાઈવલાઈન કનેક્શન સાથે નવી નાખવામાં આવી છે. મેઇન બજારમાં સી.સી.રોડ થઈ ગયો છે, હવે આડી બજારોમાન સી.સી. રોડ મંજુર થયેલ છે અને ટૂંકમાં જ કામ શરૂ કરવામાં આવશે, નર્મદાનું પાણી પૂરતું ન આવતું હોવાના કારણે તાત્કાલિક ચંદ્રપુરમાં બોર કરાવ્યો અને જિલ્લો ચાલુ કરાવ્યો છે, ભૂગર્ભ ગટર અને પંચાયત ઘરનું કામ કરવામાં આવ્યું છે જ્યારે ભાટીયા સોસાયટીમાં સીસી રોડ, ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે ઉપરાંત પાણીની ખેંચ પડતાં ભાટીયા સોસાયટી માટે અલગથી બે બોર તાત્કાલિક કરાવીને શરૂ કરી દેવામાં આવ્યા છે.

આમ ચંદ્રપુર સીટ ઉપર ભાજપમાંથી ચૂંટણી લડતા દક્ષાબા ઝાલાના પ્રચારમાં તેમના પતિ અને સરપંચ કામ નામે મત માંગી રહયા છે અને પોતાના ગામમાં વધુ વિકાસના કામો માટે તેમના પત્નીને મત આપી વિજય બનાવવાની અપીલ કરી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો