Placeholder canvas

જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો… ખેડૂતોનું 3 લાખનું દેણું માફ, દિવસે 10 કલાક મફત વીજળી !!!

હવે વચનોની મોસમ ખીલશે, જેમની શરૂઆત તો થઈ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીએ મતદારોને રીઝવવા વિલા વિલા થવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ તાજેતરમાં ગુજરાતની જનતાને વિવિધ ગેંરટી આપી છે. આજે ગુજરાત કૉંગ્રેસ તરફથી પણ ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો ખેડૂતોના ત્રણ લાખ રૂપિયા સુધીનાં દેવાં માફ કરાશે. આ ઉપરાંત દિવસે ખેડૂતોને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે.

ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતલક્ષી અભિગમ…

ચૂંટણી પહેલાં નવા સંકલ્‍પપત્ર-ચૂંટણી ઢંઢેરાની આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે જાહેરાત કરતાં કોંગ્રેસ પક્ષના નેતાઓએ જણાવ્‍યું હતું કે છેલ્‍લાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપનાં 27 વર્ષના શાસનમાં ખેડૂતોના પાક વીમા સહિતના અનેક હક્કો ભાજપે ઝૂંટવ્‍યા છે. ત્‍યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતને કૃષિક્ષેત્રમાં દેશનું અવલ્‍લ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને ખેડૂતો માટેના મુદ્દાઓના કાર્યક્રમની જાહેરાત કરી હતી.

રાજયના ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે પોતાનું ખેત ઉત્પાદન વેચવું પડે છે. એટલે ખેડૂતોને ખેતીમાં નુકશાન જાય છે અને સરવાળે ખેડૂત દેવાદાર બને છે. ખેડૂતોને આ વિષચક્રમાંથી બચાવવા માટે ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે ખેત પેદાશની ખરીદી ના થઈ શકે તેવો કાયદો કોંગ્રેસ પક્ષની સરકાર વિધાનસભામાં લાવશે અને છતીસગઢની કોંગ્રેસ સરકારના ધોરણે દરકે પ્રકારના ખેત ઉત્પાદનના વેચાણમાં ઓછામાં ઓછું રૂ.20 બોનસ મણદીઠ(20 કિલો દિઠ) ખેડૂતોના ખાતામાં ચૂકવાશે.

સહકારી સંસ્થાઓને ભાજપની ચુંગાલમાંથી મુક્તિ અપાવેશે કોંગ્રેસ પક્ષની સરકાર નવી જમીન માપણીને સંપૂર્ણપણે ફગાવીને ખેડૂતોને અને તમામને સાથે રાખીને નવેસરથી વૈજ્ઞાનિક પધ્ધતિથી જમીન માપણી કરાવશે. એટલું જ નહીં પરંતુ હદ નિશાનના પથ્થરો પણ લગાવી દેશે. જેથી ભવિષ્યમાં પણ કોઈ વિવાદ થાય નહીં. આ માપણીને આધારે આધારભૂત નકશાઓ દરેક ગામમાં ઉપલબ્ધ કરાવાશે.

ગુજરાતને પૂન: વૈશ્વિક ’મિલ્ક સ્ટેટ’નો દરજ્જો અપાવવા માટે દરેક પશુપાલકોને દુધના દરકે લીટરદીટ રૂ.પાંચનું બોનસ/સબસીડી આપીને પશુપાલકો, ખેડૂતોની દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા વધારવા તથા પશુપાલકોની આવક વધારવામાં ગુજરાતની કોંગ્રેસની સરકાર મદદ પુરી પાડશે.

ઉદ્યોગપતિઓનાં 10 લાખ કરોડનાં દેવા માફ કરીને રેવડી વિતરણ કરનાર ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રેવડીના નામે ભાજપ આજે પોતે દિલ્હીથી આવેલી પોતાની જ ” ટીમ” સાથે રેવડી કલ્ચરના નામે ” ઝુલી કુસ્તી” ખેલી રહી છે. કોંગ્રેસે રજુ કરેલ ખેડૂતો માટેના 11 મુદ્દાઓનો સંકલ્પપત્ર દેશના છતીસગઠ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ જેવા અનેક રાજ્યો અમલ કરી ચૂકયા છે. આ સંકલ્પ પત્રનો અમલ કરવા કોંગ્રેસ પક્ષ કટિબધ્ધ છે.

બાકીના મુદ્દાઓની જાહેરાત તબક્કાવાર કરાશે…

ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્‍યું હતું કે રેવડીના નામે ભાજપ આજે પોતે દિલ્‍હીથી આવેલી પોતાની જ ”બી ટીમ” સાથે રેવડી કલ્‍ચરના નામે ”મિલીઝુલી કુસ્‍તી” ખેલી રહી છે. કોંગ્રેસે રજૂ કરેલા ખેડૂતો માટેના 11 મુદ્દાનો સંકલ્‍પપત્ર દેશના છતીસગઢ, રાજસ્‍થાન, કર્ણાટક, પંજાબ જેવાં અનેક રાજ્યો અમલ કરી ચૂક્યાં છે. આ સંકલ્‍પપત્રનો અમલ કરવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની દ્વારકા શિબિરમાં ચર્ચાયેલા ”દ્વારકા ઘોષણા પત્ર”ના બાકીના મુદ્દાઓની જાહેરાત હવે પછી તબક્કાવાર કરવામાં આવશે.

ઉમેદવારોની જાહેરાત
કોંગ્રેસ દ્વારા ભાજપનું મિશન 150 ફેલ કરવા માટે ચૂંટણીના ઉમેદવાર વહેલા જાહેર કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે. આ રણનીતિ અનુરૂપ કોંગ્રેસ આગળ પણ વધી રહી છે અને ઉમેદવારોનાં નામની યાદી તૈયાર કરીને મોવડીમંડળને મોકલી પણ દેવામાં આવી છે. મોવડીમંડળ દ્વારા હવે નામ પર મહોર મારવામાં આવશે કે તાત્કાલિક જ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેશે.

આ સમાચારને શેર કરો