skip to content

વાંસદા નજીક 3.3ની તીવ્રતા વાળો ભુકંપ, લોકો ગભરાઈને ઘરની બહાર ભાગ્યા…

નવસારી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. નવસારીના વાસંદામાં ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ છે. ભૂકંપનો આંચકો અનુભાવાતા લોકો ગભરાઈને ઘરની બહાર ભાગયા હતા. માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાંસદાથી 37 કિલોમીટર દૂર વલસાડ નજીક નોંધાયું છે. આ પંથકમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

નવસારી જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં ઘણી વખત ભૂકંપના હલવા આંચકા આવ્યા છે. ત્યારે આજે 10.27 મિનિટે 3.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાતાવરણમાં આવતા ફેરફાર સહિત જમીનની નીચે આવેલી પ્લેટમાં આવતા ફેરફારને કારણે અથવા કેલીયા અને જૂજ ડેમમાં આ વખતે પાણીની આવક વધી છે તેને કારણે સંભવિત રીતે ભૂકંપના આંચકા હોવાનું અનુમાન ડીઝાસ્ટર દ્વારા સેવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ગત રાત્રિના 10.10 મિનિટે ભચાઉ તાલુકાના દુર્ગમ ખડીર બેટ પરના વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા ગામથી 26 કિલોમીટર દૂર 3.6ની તીવ્રતા ધરાવતો આંચકો આવતા સ્થાનિક લોકોએ અનુભવ્યો હતો.

આ સમાચારને શેર કરો