વાંકાનેર: પતિએ ઠપકો આપ્યો એટલે પરિણીતાએ ગળેફાંસો ખાધો ! ગંભીર

વાંકાનેર : વાંકાનેરના વિશિપરા વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતાને ઘરકામ બાબતે પતિએ ઠપકો આપતા પરિણીતાને માઠું લાગતા પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા બેભાન અવસ્થામાં વાંકાનેર હોસ્પિટલથી રાજકોટ રીફર કરેલ છે.

આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ વાંકાનેર વિશિપરમાં રહેતી હેતલબેન વિશાલભાઇ બાવરવા, ઉ.29 નામની પરિણીતાને ઘરકામ બાબતે તેણીના પતિએ ઠપકો આપતા માઠુ લાગતા પોતાની જાતે પોતાના ઘરના ઉપરના માળે રૂમમા લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળેફાસો ખાઈ લીધો હતો.

વધુમાં આ બાબતની જાણ થતાં જ હેતલબેનના પતિ વિશાલભાઇએ હેતલબેનને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવારમા રાજકોટ પ્રાઇવેટ હોસ્પીટલમાં ખસેડયા હતા. ભોગ બનનારના સાડા ચાર વર્ષ પહેલા લગ્ન ઘયા હતા તેમને સંતાનમા બે દિકરા હોવાનું તેમજ પતિ તથા સાસુ સાથે સયુકત કુટુંબમા રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ સમાચારને શેર કરો