Placeholder canvas

દેશભરમાંથી 450 સ્વિમરોનું રાજકોટમાં આગમન

કાલથી 38મી સબ જુનિયર નેશનલ એકવેટિક ચેમ્પિયનશીપનો પ્રારંભ
રાજકોટના યજમાનપદે ત્રિદીવસીય ચેમ્પિયનશીપનું પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાના હસ્તે ઉઉદઘાટ
દરરોજ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમો: 25મીના રોજ સાંજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચેમ્પિયન શીપનું સમાપન

રાજકોટ ખાતે ડિસ્ટ્રીકટ સ્વિમીંગ એસો. અને ગુજરાત સ્ટેટ એકવેટિક એસોના સંયુકત ઉપક્રમે 38મી સબ જુનિયર નેશનલ એકવેટિક ચેમ્પિયનશીપ 2022 મનપા સંચાલીત સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર ખાતે તા.24થી તા.25મી સુધી યોજનાર છે. જુદા જુદા રાજયોમાંથી 450 સ્પર્ધકોનું રાજકોટમાં આગમન થયું છે.

આવતીકાલે તા.24ના રોજ સાંજે 4.30 કલાકે પૂર્વ નાણા મંત્રી અને પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાના હસ્તે ચેમ્પિયનશીપને ખુલ્લી મુકવામાં આવશે. આ સ્પર્ધાની વિગતો આપતા રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમીંગ એસોના પ્રમુખ ઉમેશ રાજયગુરુ અને સેક્રેટરી બંકીમ જોશીએ જણાવ્યું હતું. 38મી સબ જુનિયર નેશનલ એકવેટિક ચેમ્પિયનશીપનું યજમાન પદે રાજકોટને પ્રાપ્ત થયું છે. નેશનલ કક્ષાની આ સ્પર્ધામાં જુદા જુદા રાજયોમાંથી 400થી વધુ સ્પર્ધકો ભાગ લેશે સ્વીમીંગની જુદી જુદી ઇવેન્ટ ફ્રી સ્ટાઇલ, બેક સ્ટોક, બટર ફલાય બે્રસ્ટ સ્ટોક અને 1થી10 મીટર ડાઇવિંગ સ્પર્ધકો કૌવત દેખાડશે.

જુદા જુદા રાજયામાંથી આવેલા સ્પર્ધકો માટે રહેવા જમવા નાસ્તા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તા.26ના રોજ સાંજે 6 કલાકે સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.તેમ જણાવ્યું હતું.
આ ચેમ્પિયનશીપના આયોજનમા ઓર્ગોનાઇઝેશન કમીટીના ચેરમેન તરીકે શાપર વેરાવળ ઇન્ડ. એસોના ચેરમેન રમેશભાઇ ટીલાળા, ચેરમેન તરીકે ફાલ્કન ગૃપના ડાયરેકટર કમલનયન સોજીત્રાની વરણી કરવામાં આવી છે. બીજા રાજયોમાંથી આવતા સ્પધકોને ગુજરાતની કલા અને સંસ્કૃતિનો પરિચય કરાવવા દરરોજ રાત્રે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

રાજકોટના યજમાનપદે યોજનાર 38મી સબ જુનિયર નેશનલ એકવેટિક ચેમ્પિયનશીપ 2022ની વિગત આપતા રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમીંગ એસો.ના પ્રમુખ ઉમેશભાઇ રાજયગુરુ સેક્રેટરી બંકિમ જોષી, ઉપપ્રમુખ પ્રકાશ કલોલા, ખજાનચી દિનેશ, ફેડરેશનના વાઇસ પ્રેસીડેન્ટ વિરેન્દ્રભાઇ નાણાવટી, વોટર પોલો રેફરી કમલેશભાઇ નણવાણી વિ. તસવીરમાં નજરે પડે છે.

આ સમાચારને શેર કરો