Placeholder canvas

ગુજરાતના માથે મેઘમહેર યથાવત રહેશે… ક્યાં કેટલો વરસાદ પડયો ? જાણો

સમગ્ર રાજ્યમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ મેઘમહેર ચાલુ રહે તેવી શક્યતા છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલ અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. 2 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય તેમણે 8થી 12 જુલાઈ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

બે-બે સિસ્ટમ સક્રિય થવાથી બારે મેઘ ખાંગા થયા
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે પણ મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે.

ચોમાસાના 15 દિવસમાં જ ગુજરાતમાં અત્યારસુધીમાં પડવો જોઈએ એના કરતાં 107 ટકા વધુ વરસાદ પડી ગયો છે. વિસાવદરમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ 8 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે, આથી રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયાં છે. શુક્રવારે સવારના 8થી બપોર પછીના 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જામનગરમાં 8 ઈંચ, અંજારમાં 8 ઈંચ, કપરાડામાં 5 ઈંચ, ધરમપુરમાં 5 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વંથલીમાં 4 ઈંચ અને ગાંધીધામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સમાચારને શેર કરો