Placeholder canvas

વાંકાનેર: લુણસરિયા ચેકડેમ ઓવરફ્લો: કેરળા પાસેનો મચ્છુ નદી પરનો કોઝવે ધોવાયો: રસ્તો બંધ.

જુવો વિડીયો…. (Video by:- Binny doshi)

વાંકાનેર મચ્છુ નદી પર લુસરીયા પાસે આવેલ ચેકડેમ આજે ઓવરફ્લો થઈ ગયો છે ઉપરવાસમાં સારો એવો વરસાદ પડવાના કારણે આજે મચ્છુ નદીએ પાસે આવેલો ખૂબ જૂનો અને મોટો ચેક ડેમ ઓવરફ્લો થયો છે.

મળેલી માહિતી મુજબ કેળા પાસે આવેલી મચ્છુ નદીમાં કોઝવે બનાવવામાં આવ્યો હતો એ કોઝવે મચ્છુ નદીમાં પુર આવવાના કારણે તૂટી જઈને ધોવાઈ ગયો છે. જેમના કારણે કેરાળાથી લુંટસરિયા જવાનો રસ્તો હાલમાં બંધ થઈ ગયો છે. આ બાજુ જનાર લોકોએ હવે મિલપ્લોટ તરફથી જવું, કેમકે અહીંયા થી ચાલી શકાય તેમ નથી આ કોઝવે ધોવાય જવાના કારણે લુણસરિયા, દિઘલિયા, દલડી વગેરે ગામના લોકોને વાંકાનેર આવવા માટે મોટો ફેર ફરવાનો રહેશે… તેમજ રેલવે ફાટક પણ કોર્સ કરવાના કારણે સમયસર પહોંચી શકાશે નહીં.

આ સમાચારને શેર કરો