Placeholder canvas

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહની કોંગ્રેસમાં ઘરવાપસી

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દરેક પળે રાજકીય હલનચલન જોવા મળી રહી છે. આવામાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહની ઘરવાપસી થઇ છે. મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે. મહેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ CM શંકરસિંહના પુત્ર છે. હવે મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાતા હવે નવા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે.

આ પ્રસંગે જગદીશ ઠાકોરે જણાવ્યું કે, અમે તેમને કોંગ્રેસ માં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકાર્યું છે. જ્યારે મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, અમે રેગ્યુલર મળતા હોઈએ છીએ. નફરતનું રાજકારણ હટાવવું હશે તો ભેગા થવું પડશે. જગદીશભાઈ અને ગુજરાતની ટીમ નક્કી કરશે મારે ચૂંટણી લડવી કે નહીં. સાથે જ તેમણે કહ્યું કે, મારું મન અહીંયા હતું.

મહેન્દ્રસિંહ વાઘેલા, શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. તેઓ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં બાયડ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. જે બાદ વર્ષ 2017ની ચૂંટણી પહેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેમણે 18 ઓક્ટોબર, 2018ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ રાજનીતિથી દૂર રહ્યા હતા. તેઓ ગાંધીનગર જિ.પં.ના પ્રમુખ રહી ચુક્યા છે. હવે ફરી મહેન્દ્રસિંહની ઘરવાપસી થઇ છે.

યાદગીરી રૂપ તસ્વીર
આ સમાચારને શેર કરો