skip to content

રાજકોટ: હવે કોરોના ટેસ્ટનો રિપોર્ટ માત્ર 3 કલાકમાં : લેબ શરૂ

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના સેમ્પલનું ટેસ્ટીંગ આજથી ખાસ મશીનો મુંબઈથી આવી પહોંચતા શરુ કરી દેવામાં આવ્યું છે. હવે કોરોના ટેસ્ટીંગના સેમ્પલનો રિપોર્ટ ત્રણ કલાકમાં આવી જશે. આ માટે જરુરી તમામ સાધન સહાય અને પરિક્ષણ માટેનાં કેમીકલ્સો પૂરતા જથ્થામાં ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા
છે. આ કામગીરી કરવા માટે રાઉન્ડ ધ ક્લોક છ નિષ્ણાંત તબીબોને લેબમાં કામ કરવામાં હુકમો કરવામાં આવ્યા હોવાનું અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું.

રાજકોટ સહિત દેશભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે સૌરાષ્ટ્રમાં એકમાત્ર જામનગર જીજી હોસ્પિટલમાં કોરોના વાયરસનું સેમ્પલ પરિક્ષણ થતું હતું. જેથી રાજકોટ સવિલિ હોસ્પિટલમાં લેબ શરુ કરવા માટે અત્યંત જરુરી હોઇ એવું મુંબઈથી ખાસ મશીન મંગાવવામાં આવ્યું હતું જે મશીન ગુરુવારે સાંજે આવી ગયું હતું. ગઇકાલે આ મશીન ઉપર કોરોના વાયરસનું સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ દિલ્હી ખાતે મોકલવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બરાબર હોવાનું પ્રમાણપત્ર દિલ્હી લેબે આપતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસનું સેમ્પલ પરીક્ષણ આજથી શરુ કરી દેવામાં આવ્યું છે.

આમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો શંકાસ્પદ કોરોના વાયરસ ધરાવતા વ્યક્તિનું દાખલ થયાની સાથે જ લેવાયેલ સેમ્પલનું તરત પરિક્ષણ કરશે અને તેનો રિપોર્ટ માત્ર 3 કલાકમાં આપી દેશે. આ સુવિધા રાજકોટમાં શરુ થતાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી જે પરિક્ષણ આવશે તેના રિપોર્ટ કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.

🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો