skip to content

મોરબીમાં ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગ્યા, ચોપાનિયાં વહેતાં થયાં…!!

વિધાનસભા ચૂંટણીમાં 1લી ડિસેમ્બરે પ્રથમ ચરણના મતદાન આડે ગણતરીની કલાકો બાકી રહી છે. ત્યારે મોરબીમાં ગઈકાલે રાત્રે ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગવાની સાથે કેટલાંક ચોપાનિયાં વહેતાં થયાં હતાં. જેને લઈ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ પત્રકાર પરિષદ યોજી મતદારોને ભ્રમિત નહીં થવા અપીલ કરી હતી. અમૃતિયાએ કહ્યું કે, મોરબીમાં ‘રાવણરાજ’ બંધ કરાવી આવનારા દિવસોમાં ‘રામરાજ’ લાવવું છે. તેવું જણાવી ભાજપમાં જ રહેલા ભાજપ વિરોધીઓને તકવાદી ગણાવ્યા હતા.

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે આગામી તા.1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન માટે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ છે. તેવા સમયે જ ગઈકાલે મોરબીમાં ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગવાની સાથે લોકોને ચોપાનિયા વિતરણ કરવામાં આવ્યા હતા. આ

આજે ઝુલતા પુલની દુર્ઘટના બન્યા ને એક મહિનો થયો આમ છતાં 135 થી વધુ મૃતકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો, જો ન્યાય નહીં તો ભાજપને મત નહીં ના હોર્ડિગ લાગતા ભાજપ મૂંઝવણમાં મુકાઈ ગયો છે અને મોરબી શહેરમાં આ બાબત સૌથી વધુ સર્ચાતી થઈ છે.

આ સમાચારને શેર કરો