Placeholder canvas

ગુજરાત ધીરેધીરે અગનભઠ્ઠી બની રહ્યું છે.

ગુજરાત ધીરેધીરે અગનભઠ્ઠી બની રહ્યું છે. બુધવારે અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો. રાજ્યમાં 14 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું. અમદાવાદમાં 42.2 અને વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે હીટવેવ અને સિવિયર હીટવેવની આગાહી કરી લોકોને ચેતવ્યા છે.

આગાહી મુજબ હજુ પણ 2-3 દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતાઓ છે. અમદાવાદમાં 42.2 ડિગ્રી અને વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાનથી રીતસર બોકાસો બોલી ગયો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાત્રી દરમિયાન ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ વડોદરા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન વધુ રહેશે.

બીજી તરફ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં હિટવેવઆગાહી કરવામાં આવી છે. જેમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ અને  લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જોકે અમદાવાદ સહિતના મોટાં શહેરોમાં 41 ડિગ્રી આસપાસના તાપમાનના કારણે માર્ચમાં જ કાળઝાળ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે.

આ હીટવેવમાં બપોરના સમયે કામ વગર બહાર નીકળવું નહીં અને ખાસ કરીને બાળકોને ઘરની અંદર જ રાખવા, રમવા માટે બહાર જવા દેવા નહિ.

આ સમાચારને શેર કરો