Placeholder canvas

હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે ચૂંટણી:8 ડિસેમ્બરે પરિણામ, ગુજરાતની ચૂંટણીની જાહેરાત બાકી

ગુજરાતમાં મતદાનની તારીખ નવેમ્બરના છેલ્લા અને ડિસેમ્બરના પહેલા વીકમાં એમ બે તબક્કામાં આવી શકે છે

ઈલેક્શન કમિશનરે પ્રેસ-કોન્ફ્રાન્સમાં આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કતામાં મતદાન કરવામાં આવશે. 12 નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને 8 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આમ, હિમાચલ પ્રદેશ વિધાનસબા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવી જશે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરે જ જાહેર થશે
હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થશે. સંભાવના એવી છે કે નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ 20 ઓક્ટોબર પછી જાહેર થાય એવી સંભાવના છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ…

નોટિફિકેશન – 17 ઓક્ટોબર
નામાંકન – 25 ઓક્ટોબર
મતદાન – 12 નવેમ્બર
મતગણતરી – 8 ડિસેમ્બર
કુલ બેઠકો- 68
કુલ મતદારો- 55 લાખ
પ્રથમ વખત મતદાન કરશે – 1.86 લાખ
80 વર્ષથી ઉપરના મતદારો – 1.22 લાખ

આ સમાચારને શેર કરો