Placeholder canvas

વાંકાનેરમાં ગૌરવ યાત્રામાં એવું તે શું થયું ? મોહન કુંડારીયા હાય હાયના નારા લાગ્યા !

વાંકાનેર ગૌરવ યાત્રામાં છેલ્લી ઘડીએ રૂટ બદલાતા સ્વાગત માટે ઉભેલ પ્રજા વિફરી “મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા”

વાંકાનેર શહેરમાં આવેલ ગૌરવ યાત્રામાં છેલ્લી ઘડીએ રૂટ બદલાતા સ્વાગત માટે ઉભેલ પ્રજા વિફરી અને સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લાગતા હોબાળો મચી જવા પામ્યો હતો.

વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા વાંકાનેર ફાળેશ્વર મંદિર ખાતે ગૌરવ યાત્રાના સ્વાગતનો કાર્યક્રમ રખાયો હતો જેમાં આશરે પાંચસોથી વધુ બહેનો તેમજ બાળાઓ માથે પાણીના બેડા લઈ પુષ્પ વર્ષા કરવા માટે તૈયાર હતા ત્યારે બહોળી સંખ્યામાં લોકો સ્વાગત માટે રૂટ પર ધોમધખતાં તડકામાં ઉભા હતા ત્યારે છેલ્લી ઘડીએ ગૌરવ યાત્રાનો રૂટ બદલાતા પ્રજામાં રોષ જોવા મળ્યો હતો તેમજ વિફરેલ લોકોના ટોળાએ મોહન કુંડારિયા હાય હાયના નારા લગાવતા જોવા મળ્યા હતા.

જુવો વિડીયો…

કપ્તાન ન્યૂઝની youtube ચેનલ લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પ્રેસ કરો….

આ સમાચારને શેર કરો