Placeholder canvas

જૂનાગઢ દરગાહ ડિમોલિશન કેસમાં હાઈકોર્ટની સરકારને નોટિસ

જૂનાગઢમાં મહાનગર પાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને લઈને આધાર-પુરાવા રજૂ કરવા મહાનગર પાલિકા દ્વારા 08 ધાર્મિક સ્થાનોને નોટીસ આપવામાં આવી હતી. જેમ 05 મુસ્લિમ સમુદાયના અને 03 હિંદુ સમુદાયના હતા. આ પૈકી જૂનાગઢમાં મજેવડી ગેટ પાસે હઝરત રેશમશાશા પીર બાવાની દરગાહ આવેલી છે. જેને પણ ગેરકાનૂની બાંધકામ ગણીને દરગાહના આધાર પુરાવા રજુ કરવા જૂનાગઢ મહાનગર પાલિકાએ શરદુમશા અને રેશમશા પીર દરગાહ ટ્રસ્ટને નોટીસ આપી હતી.

આ ઉપરાંત પોલીસે આરોપીઓને જાહેરમાં અને કસ્ટડીમાં મારા માર્યાના આરોપસર હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. જેની સુનવણી એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને બીરેન વૈષ્ણવની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. અરજદારે ગત સુનવણીમાં રજુઆત હતી કે પોલીસે કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના અને કોર્ટમાં આરોપીઓ ગુન્હેગાર સાબિત થયા નથી. ત્યારે તેમને માર મારવો તે માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. આજે કોર્ટ દ્વારા આ કેસ સંદર્ભે રાજ્યસરકારને નોટીસ પાઠવી હતી. જેમાં ગૃહ વિભાગ અને પોલીસનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે 17 જુલાઈએ વધુ કાર્યવાહી હાથ ધરાશે.

આ સમાચારને શેર કરો