Placeholder canvas

ભારેથી અતિભારે વરસાદની આગાહી: 2 જિલ્લામાં રેડ તો ત્રણમાં ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા આગામી 1 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધુઆધાર વરસાદ પડે તેવી શકયતા રહેલી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં વધુ વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું હોવાથી વધુ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ રહી છે. વલસાડ , નવસારી,સુરતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, ભારે વરસાદ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ પડે તેવા અણસાર હોવાથી તંત્ર દ્વારા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે..

આ સમાચારને શેર કરો