આગાહી: આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણ…

  • રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
  • 20 ઓક્ટો. સુધી રહેશે વરસાદી માહોલ
  • 3 દિવસ સુધી ભારે વરસાદના એંધાણ

રાજ્યમાં એક તરફ કોરોના સંકટ ચાલી રહ્યું છે ત્યારે આ તરફ ફરી રાજ્યમાં ચોમાસુ વિદાઇ લઇ રહ્યું છે ત્યારે ફરી અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સર્જાતા રાજ્યમાં આગામી 20 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદના એંધાણ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે.

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સર્જાયું છે

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સર્જાયું છે. જેને લઇ રાજ્યના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. વેલમાર્ક પ્રેસર લો પ્રેશર ડિપ્રેશનમાં બદલાશે જેના કારણે દરિયો તોફાની બનશે. ત્યારે દક્ષિણ ગુુુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચન કરાયું છે.

આ સમાચારને શેર કરો