NEETની પરીક્ષામાં વાંકાનેરનો વિદ્યાર્થી નઇમ શેરસિયા મોરબી જીલ્લામાં પ્રથમ
વાંકાનેર: નીટની પરીક્ષાનું જાહેર થયેલ પરિણામમાં વાંકાનેરનો વિદ્યાર્થી નઇમ ઉસ્માનભાઈ શેરસીયાએ મોરબી જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ છે.
નઇમ શેરસિયાએ નીટની પરીક્ષામાં કુલ 720 માર્ક્સમાંથી 670 માર્ક્સ મેળવી 93.06 ટકા સાથે મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 1269 છે. તેમને માર્ચ 2020 માં લેવાયેલી 12 સાયન્સ ની પરિક્ષા માં 300 માંથી 275 માર્ક્સ મેળવીને 91.66 ટકા સાથે ઉત્તીર્ણ થયેલ છે, તેમજ 24 ઓગસ્ટ 2020માં લેવાયેલ ગુજકેટની પરીક્ષામાં 120 માર્ક્સમાંથી 105 માર્ક્સ મેળવીને 87.5 ટકા સાથે ઉત્તીર્ણ થયેલ છે.
નઇમ શેરસિયાએ કોઈપણ કોચિંગ અને ટ્યુશન વગર જાતે સતત બે વર્ષ સુધી સખત મહેનત કરીને આ સફળતા મેળવેલ છે. તેવો હડમતીયા પાસે આવેલ એલીટ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા નઇમ શરસિયા વાંકાનેરના સિનિયર અને જાણીતા ડો.યુ.આર.શેરસિયાના નાના પુત્ર છે, તેમના પિતા વાંકાનેરમાં છેલ્લા ૨૮ વર્ષથી જીનપરા મેઇનરોડ પર કલિનીક ચલાવે છે. તેમના પિતા ડૉ. યુ આર શેરસિયાએ ૧૯૯૦માં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ બી.એચ.એમ.એસ. ની ગુજરાતની પ્રથમ બેન્ચમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
વાંકાનેરના આ વિદ્યાર્થી નઇમ શેરસિયાએ NEET, GUJCET અને બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી વાંકાનેર તાલુકા, મોમીન સમાજ અને શેરસિયા પરિવારનું ગૌરવ વધારેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…