Placeholder canvas

આજે મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા…

મોરબી : વિધાનસભા ચૂંટણી માટે મુરતિયા પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે સંભવિત ઉમેદવારોની પસંદગી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા લજાઈ નજીક આવેલી એલિટ સ્કૂલ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં મોરબી – માળીયા, ટંકારા – પડધરી અને વાંકાનેર – કુવાડવા બેઠક માટે સંભવિત ઉમેદવાર પસંદગી માટે ભાજપના પ્રદેશ નેતાઓ અને નિરીક્ષકો દ્વારા ત્રણેય બેઠકોના દાવેદારોને સાંભળવામા આવનાર છે. જેમાં 10થી 12 વાગ્યા દરમિયાન ટંકારા બેઠક માટે, 12થી 2 દરમિયાન વાંકાનેર બેઠક અને 2 થી 4 વાગ્યા દરમિયાન મોરબી – માળીયા બેઠકના દાવેદારોને સાંભળવામાં આવશે.

આ સમાચારને શેર કરો