Placeholder canvas

હાલમાં જ પ્રસૂતિ થઈ હતી તેમની સાથે પતિ ધરાર સંબંધ બાંધતો, પત્નીના પાડે તો મારકૂટ કરતો…

રાજકોટ : હાલમાં મહિલા અત્યાચારના અનેક અજીબો ગરીબ કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે. તેમાં રાજકોટમાં એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં તાજેતરમાં જ પ્રસૂતિની પીડા સહન કરનાર પત્ની સાથે પતિ ધરાર સંબંધ બાંધતો હતો. જો પત્ની ના પાડે તો મારકૂટ કરતો હતો. પતિના અમાનવીય ત્રાસથી પત્નીએ 181 અભયમ ટીમની મદદ લીધી હતી, પોલીસને જાણ કરી નશાખોર પતિને કાયદાનું ભાન કરાવાયું હતું. આ અંગે મળતી વિગત મુજબ, શહેરના કોઠારીયા સોલ્વન્ટ નજીકના એક વિસ્તારમાં રહેતા એક મહિલાને તેમના પતિ દ્વારા ખુબ જ ત્રાસ આપતો હતો.

આ પરિવાર ઉત્તર ગુજરાતના ગામડામાંથી આર્થિક ઉપાર્જન માટે રાજકોટ શહેરમાં 3 વર્ષ થી રહે છે. પિડિત મહિલાના પતિએ અગાઉ 6 લગ્ન કરેલ. પરંતુ તેમની 6 પત્નીઓ પતિના દુવ્ર્યવહારના કારણથી છોડીને જતી રહી હતી. પિડિત મહિલા તેમના 7મા પત્ની હતા. તેમના લગ્નને 3 થી 4 વર્ષ થયેલ હતા. તેમના હાલમાં 6 બાળકો હતા. પિડિતાને નજીવી બાબતે કેફી દ્રવ્યનું સેવન કરીને મારકુટ કરતા હોય, તેમજ તાજેતરમાં પિડિતાની ડિલિવરી થઈ હોય તે ખ્યાલ હોવા છતાં તેમને મારકુટ કરી શારિરીક સંબંધ બાંધવા માટે બળજબરી કરતા હતો. તેમજ પિડિતા જ્યારે પણ બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે તે પિડિતાનો વિડિઓ બનાવી હેરાન કરતો હતો.

આ બાબતની જાણ થતાં સ્થાનિક લોકોને થતા મદદ માટે 181 વાન બોલાવી હતી. કાઉન્સેલર શિવાની પરમાર સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તમામ પ્રકારની માહિતી મેળવી હતી તેમજ પિડિતા તથા તેમના પતિનું કાઉન્સેલીંગ કરી પિડિતાને કાયદાકીય પ્રાથમિક માહિતી આપેલ હતી. પિડિતાના પતિનું વર્તન યોગ્ય ન હોવાથી પોલીસ ક્ધટ્રોલમાં જાણ કરી મદદ માટે પોલીસ પીસીઆર વાનને સ્થળ પર બોલાવી મદદ લેવાઈ હતી. તેમજ પિડિતાની ઈચ્છાનુસાર આગળની કાયદાકીય કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ પીડિતને પતિને કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ સમાચારને શેર કરો