Placeholder canvas

ગુજરાતમાં સોમવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજથી લઈને 10 જુલાઈ એટલે કે આગામી સોમવાર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.8 જુલાઇએ જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર,અમરેલી,ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે.

તો 9 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.10 જુલાઇથી વરસાદની ગતિ ધીમી પડે તેવી શક્યતા છે. આ વરસાદી માહોલ ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સરકયુલેસન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હોવાની માહિતી છે.આજે પણ અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 40 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ સમાચારને શેર કરો