Placeholder canvas

ટંકારામાં વહેલી સવારે 4વાગ્યે 1ક્લાકમાં અનરાધાર સવા ઇંચ વરસાદ…

ટંકારા ટાઉનમાં પહેલા પહોરમાં એક કલાક આવેલા અનરાધાર વરસાદથી સવા ઈચ વરસાદ પડ્યો છે, જો કે ધણા ગામે એક ટિપુ પણ પડયું નથી…!!

ભર અષાઢી માહોલ જામયો છે ત્યારે મેધરાજા ભાદરવાના સરવળીયા માફક ગામમાં હોય તો પાધરે ન હોય અને પાધરે હોય તો સિમાડે ન હોય એવી રીતનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે ટંકારામાં ગત રાત્રે ચારેક વાગ્યાના સુમારે શરૂ થયેલ વરસાદે એક કલાક સુધી મા 33 mm (1.29 ઇંચ) વરસાદ વરસતા ચાલુ સિઝનમાં કુલ વરસાદ 272 mm (10.70 ઇંચ) પડયો છે. જો કે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક હેત નોંધાયું નથી.

આ સમાચારને શેર કરો