વાંકાનેર: અફીણની ખેતી કરનાર રૂ.૧૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડાયો

વાંકાનેર : વાંકાનેરમાં પોલીસે અફીણની ખેતી કરતા એક આધેડને આશરે રૂ.૧૮ લાખથી વધુને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જેમાં ખેતરમાં વાવેલા કુલ 1951 જેટલા અફીણના ડુંડા પોલીસે કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા પ્રોબેશનલ ડીવાયએસપી એમ. પી. ચૌધરી અને પીએસઆઇ આર. પી. જાડેજાએ સ્ટાફ સાથે મળી વાંકાનેર તાલુકામાં આવેલ તરકીયા ગામે આરોપી નાથાભાઈ ભલાભાઇ મકવાણા જાતે કોળી ઉંમર વર્ષ 70 રહે. નાળિયેરી ગામ વાળાને તરકીયા ગામની સીમમાં જેસીંગભાઇ છનાભાઈ કોળીના ખેતરમાં આરોપી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર બિનઅધિકૃત રીતે માદક પદાર્થ અફીણના છોડ આશરે 1951 ડુંડા સાથેના છોડ વાવી ગેરકાયદેસર અફીણની ખેતી કરી ડુંડાઓને ધારદાર વસ્તુઓથી ચેકા મારી તેમાંથી માદક પદાર્થ અફીણનો રસ મેળવી અફીણની ખેતી કરી અફીણના ડૂંડા સાથેના છોડ નંગ 1951 જેનું વજન 225.57 કિલોગ્રામ જેની કિંમત 18,04,560 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી NDPS કલમ 18 B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો