Placeholder canvas

હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શાળાનું ઝળહળતું પરીણામ.

ટાચા સાધનો અને એક માત્ર આચાર્યથી ચાલતી શાળા એ સફળતાના શિખરો સર કરી બતાવ્યા

શ્રી હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત ધોરણ -09/10 ના બે વર્ગની ગ્રાન્ટેડ શાળા શ્રી હાઈસ્કૂલ હરબટીયાળી કે જ્યાં ઘણા સમયથી ક્લાર્ક, પટાવાળા અને કાયમી શિક્ષકોનો એક પણ સ્ટાફ નથી છતાં શાળાનું રીઝલ્ટ છેલ્લા ચાર વર્ષથી ખૂબ સારું આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ એક જ માત્ર રેગ્યુલર સ્ટાફમાં વર્ષ 2019થી શ્રી આર.જે. મુછારા શાળાના આચાર્યે તરીકે સંચાલન કરી રહ્યા છે હાલ આ શાળામાં માત્ર તમામ પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે શાળાના આચાર્યેનાં મત મુજબ શાળાના શ્રેષ્ઠ પરિણામનો તમામ શ્રેય અહીં ફરજ બજાવતા ત્રણેય પ્રવાસી શિક્ષકોને આભારી છે અને તેઓ તમામ સ્થાનિક ગામના જ બહેનો છે જેઓ માત્ર નજીવા પગારમાં ખુબ જ નિષ્ઠા થી ફરજ બજાવી રહ્યાં છે.

વધુમાં સવિશેષ જણાવવાનું કે માર્ચ 2023 માં 99.56 % PR. સાથે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની ડાકા ધ્રુવી મુકેશભાઈએ શાળાનું, ગામનું અને એમના કુટુંબીજનોનું નામ ઉજળું કર્યું છે આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં આ શાળાના નિયમીત રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી 72.22% વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયાં છે આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવે છે.

આ સમાચારને શેર કરો