હજયાત્રા અંગે અનિશ્ચિતતા: સાઉદી સરકારે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી.-ભારતીય હજ કમિટી
ભારતીય હજ કમિટીએ કહ્યું- સાઉદી ઓફિસર્સે હજી સુધી કોઈ જાણકારી આપી નથી; જે લોકો યાત્રા કેન્સલ કરવા માંગે છે, તેમને પૂરી રકમ રિફંડ કરાશે.
હજયાત્રા અંગે અનિશ્ચિતતા વચ્ચે હજ કમિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે જે લોકો જાતે યાત્રાને રદ કરવા માગે છે તેમને સંપૂર્ણ જમા રાશિ પરત કરવામાં આવશે. આ માટે, તમે કેન્સલેશન ફોર્મ ભરીને હજ સમિતિને ઈ-મેલ કરી શકો છો. ઉપરાંત, બેંક પાસબુકની કોપી અથવા કેન્સલ ચેક પણ અટેચ કરવો પડશે. કેન્સલેશન ફોર્મ હજ કમિટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
ભારતની હજ સમિતિના સીઈઓ ડો.મકસૂદ અહમદ ખાને 5 જૂને નવી સૂચનાઓ જારી કરી હતી.
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબિયાએ માર્ચમાં કહ્યું હતું કે આ વર્ષની હજ માટેની તૈયારીઓ અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે. હજ સમિતિનું કહેવું છે કે સાઉદી અરેબિયા તરફથી હજી સુધી કોઈ નવા અપડેટ્સ મળ્યા થયા નથી. ઘણા લોકો આ વિશે માહિતી માંગી રહ્યા હતા. તેથી, તે નક્કી કરવામાં આવ્યું છે કે જેઓ રજિસ્ટ્રેશન રદ કરવા માગે છે તે કરી શકે છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…