વાંકાનેર: જ્ઞાનગંગા વધુ એક વખત વાંકાનેરની નંબર-૧ સ્કૂલ સાબીત થઈ

NEETની પરીક્ષામાં વાંકાનેર ટોપ-૧૦મા પ્રથમ બે સહિત કુલ છ વિધાર્થી જ્ઞાનગંગા સ્કૂલના…

વાંકાનેર ગઈ કાલે ૧૨ સાયન્સમાં લેવાતી NEET ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું જે પરિણામમાં વાંકાનેર ટોપ-૧૦માં કુલ ૧૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે, તેમાંથી પ્રથમ અને દ્વિતીય સ્થાન સાથે જ્ઞાનગંગા સ્કૂલના કુલ છ વિદ્યાર્થીઓ ટોપ-૧૦માં આવેલ છે. M.B.B.S.માં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષામાં જ્ઞાનગંગા સ્કૂલ એ આજ દિન સુધીના તમામ રેકોર્ડ બ્રેક કર્યા. આં વર્ષે જ્ઞાનગંગા સ્કૂલનાં 12 વિધાર્થી ગુજરાતની મેડીકલ કોલેજમાં પ્રવેરા મેળવશે.

મેડીકલ (M.B.B.S.)માં એડમિશન માટે લેવાતી પ્રવેશ પરીક્ષા NEETનું પરિણામ ગઈ કાલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરવામાં આવ્યું. જેમાં અત્યાર સુધીમાં પ્રથમ વખત વાંકાનેરના કોઈ વિદ્યાર્થીએ 600 થી વધુ ગુણ મેળવવાનો રેકોર્ડ રચ્યો છે. જ્ઞાનગંગા સ્કુલની વિદ્યાર્થીની અને ડૉ. મહેબુબ શેરસીયા (સુકુન કલનીક, લિંમડાચોક)ની પુત્રી શેરસીયા અલીના મહેબુબભાઇ એ NEETની પરીક્ષાના અત્યાર સુધીના તમામ માર્ક્સનો રેકોર્ડ બ્રેક કરી 630 ગુણ સાથે કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વાંકાનેર કેન્દ્રના કોઈ વિદ્યાર્થીએ નેશનલ લેવલની પરીક્ષામાં 600થી વધુ ગુણ મેળવ્યા હોય તેવો આ પ્રથમ દાખલો છે. અલીના પોતાના માતા-પિતાની માફક જ ડોક્ટર બનવા ઈચ્છે છે. અલીના પોતાની આ ભવ્ય સફળતાનો શ્રેય પોતાની શાળાના શિક્ષકોની સખત મહેનત અને માતા-પિતાના માર્ગદર્શનને આપે છે.

વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય ક્રમે 587 ગુણ સાથે જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી અને વાંકાનેર આરોગ્ય વિભાગમાં મેલરીયા સુપરવાઈઝર તરીકે સેવા બજાવતા વી.એચ.માથાકિયાના પુત્ર માથકીયા સાબીર વલીમામદભાઈ આવેલ છે. તે પણ તેમના પિતાના ફિલ્ડમાં આગળ વધવા માંગે છે, ડોક્ટર બનવા ઈચ્છે છે.

જ્યારે ચોથા ક્રમ પર 549 માર્ક સાથે હાથી બાકીર અબ્બાસભાઈ, છઠ્ઠા ક્રમ પર 526 માર્ક સાથે કારેલીયા અશ્વિન મનસુખભાઇ, સાતમા ક્રમ પર 523 માર્ક સાથે પટેલ કૃતિ હરેશભાઇ, આઠમાં ક્રમ પર 504 માર્ક સાથે પુરબીયા આરતી કનુભાઈ, આવેલ છે.

આમ આ વર્ષે પણ NEETની પરીક્ષાના પરિણામમાં જ્ઞાનગંગા સ્કૂલે મેદાન માર્યું છે અને વધુ એક વખત વાંકાનેરની સૌથી શ્રેષ્ટ અને વાંકાનેરની નંબર વન સ્કૂલનું બિરુદ જાળવી રાખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરના વાલીઓ પોતાના સંતાનના સારા અભ્યાસ અને ઉચ્ચ કારકિર્દી માટે જ્ઞાનગંગા સ્કૂલને પ્રથમ પસંદગી આપે છે, કેમકે જ્ઞાનગંગા સ્કૂલ ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 સાયન્સમાં તેમજ ગુજકેટ અને નીટની પરીક્ષાઓમાં જ્ઞાનગંગા સ્કૂલ ટોપટેનમાં ટોપ સાથે બહુમતી હિસ્સો સતત પોતાના નામે રહેતો હોવાનો ઇતિહાસ ધરાવે છે.

વાંકાનેર કેન્દ્રમાં કુલ 9 વિદ્યાર્થીઓએ 500થી વધુ ગુણ NEETની પરીક્ષામાં પ્રાપ્ત કરેલ છે વાંકાનેર કેન્દ્રના TOP 10 વિદ્યાર્થીઓની યાદી નીચે મુજબ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો