Placeholder canvas

NEETનું પરિણામ જાહેર: 630 માર્ક્સ સાથે અલીના શેરસીયા વાંકાનેર પ્રથમ

વાંકાનેર કેન્દ્રમાં NEETની પરીક્ષામાં કુલ 9 વિદ્યાર્થીઓએ 500થી વધુ ગુણ મેળવ્યા, વાંકાનેર કેન્દ્રના TOP-10 કુલ 11 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના…

વાંકાનેર: આજે 12 સાયન્સમાં લેવાતી નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં વાંકાનેર ટોપટેનમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓ આવ્યા છે. આ પરીક્ષામાં મેળવેલ માર્ક્સથી વિદ્યાર્થીઓને મેડિકલ (એમબીબીએસ)માં એડમિશન મળે છે.

અમોને મેળવેલ માહિતી મૂજબ મેડીકલ (M.B.B.S.)માં એડમિશન માટે લેવાથી પ્રવેશ પરીક્ષા NEETનું પરિણામ આજ રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરવામાં આવ્યું. જેમાં અત્યાર સુધીમાં પ્રથમ વખત વાંકાનેરના કોઈ વિદ્યાર્થીએ 600 થી વધુ ગુણ મેળવવાનો રેકોર્ડ રચ્યો છે. જ્ઞાનગંગા સ્કુલની વિદ્યાર્થીની શેરશીયા અલીના મહેબુબભાઇ એ NEETની પરીક્ષાના અત્યાર સુધીના તમામ માર્ક્સનો રેકોર્ડ બ્રેક કરી 630 ગુણ સાથે કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

વાંકાનેર કેન્દ્રના કોઈ વિદ્યાર્થીએ નેશનલ લેવલની પરીક્ષામાં 600થી વધુ ગુણ મેળવ્યા હોય તેવો આ પ્રથમ દાખલો છે. અલીના પોતાના માતા-પિતાની માફક જ ડોક્ટર બનવા ઈચ્છે છે. અલીના પોતાની આ ભવ્ય સફળતાનો શ્રેય પોતાની શાળાના શિક્ષકોની સખત મહેનત અને માતા-પિતાના માર્ગદર્શનને આપે છે. વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય ક્રમે 587 ગુણ સાથે જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી માથકીયા સાબીર વલીમામદભાઈ આવેલ છે. તેમજ 563 ગુણ સાથે તૃતીય ક્રમે મોર્ડન સ્કૂલનો વિદ્યાર્થી બાદી મોહંમદનઇમ જૈનુલઆબેદીન આવેલ છે.

વાંકાનેર કેન્દ્રમાં કુલ 9 વિદ્યાર્થીઓએ 500થી વધુ ગુણ NEETની પરીક્ષામાં પ્રાપ્ત કરેલ છે વાંકાનેર કેન્દ્રના TOP-10 કુલ 11 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે. ચોથા ક્રમે બે વિધાર્થીઓ છે. વાંકાનેર કેન્દ્રના TOP-10 કુલ 11 વિદ્યાર્થીઓમાં 8 વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના છે. અને 6 વિધાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે.

12 સાયન્સની નીટની પરીક્ષામાં ઉતિર્ણ થનાર અને વીશેષ વાંકાનેર ટોપ-10માં સ્થાન મેળવનાર તમામ વિદ્યાર્થીઓને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન અને ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છાઓ…

વાંકાનેર ટોપ-10ની યાદી

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો