Placeholder canvas

વાંકાનેર: રાત્રે સવાનવ વાગ્યાની આસપાસ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો.

વાંકાનેર: આજે રાત્રે વાંકાનેર પંથકમાં સવાનવ વાગ્યાની આસપાસ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. લોકોએ આપેલી માહિતી મુજબ પાંચ થી છ ની આસપાસ નો આંચકો હોવો જોઈએ પરંતુ માત્ર બે ચાર સેકન્ડ પૂરતો હોવાથી કોઈપણ જગ્યાએ કોઈ નુકસાન થયાના સમાચાર મળ્યા નથી.

panchasiya

આજે રાત્રે 09:25 વાગ્યાની આસપાસ જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો ભૂકંપ વાંકાનેર તાલુકાના પંચાસીયા, રાણેકપર, વાકિયા, વઘાસીયા, પંચાસર, કોઠારીયા, ટોળ, હડમતીયા, સજનપર, વાંકાનેર સીટી, તીથવા, પીપળીયા રાજ, વિગેરે ગામોમાં થી ભૂકંપનો આંચકો અનુભવ્યાની માહિતી મળેલ છે.

દિવાળીની રાત્રે જ ફટાકડાના અવાજ વચ્ચે ભૂકંપનો આંચકો લગભગ પાંચથી છ હોવાનો લોકોનું અનુમાન છે. પરંતુ સમયગાળો ઓછો હોવાથી કોઈ નુકસાન નથી થઇ અને લોકો પોતાના ઘરેથી બહાર નીકળી ગયા હતા આ ભૂકંપ મોરબી વિસ્તારમાં પણ અનુભવ્યા હોવાની માહિતી મળી રહી છે.

vankiya
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો