Placeholder canvas

ગુજરાતના પ્રથમ પત્રકારત્વ ભવનના સુવર્ણ જયંતી વર્ષ મહોત્સવની રવિવારે ઉમંગભેર ઉજવણી

રાજકોટ: ગુજરાતના પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી આગામી તા.26મીના રવિવારે બપોરે 3.30 કલાકે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સભાખંડ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે પૂ. મોરારી બાપુના આશીવર્ચન સાથે સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન સુવર્ણ જયંતી મહોત્સવ કાર્યક્રમમાં જન્મભૂમિ જુથના સીઈઓ તંત્રી કુદંનભાઈ વ્યાસ, વરિષ્ઠ પત્રકાર, લેખક સજુબદલે, મુખ્ય વકતા તરીકે જયારે અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.ગિરીશ ભીમાણી બિરાજમાન થશે. પત્રકારત્વ જગતના આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે. સુવર્ણ જયંતી મહોત્સવ કાર્યક્રમ શ્રૃંખલા, હેઠળ ઝવેરચંદ મેઘાણીનું પત્રકારત્વ અને લોકસાહિત્ય, ભવનના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન, ત્રણ દિવસ ફિલ્મ કોકીંગનો વર્કશોપ વગેરે કાર્યક્રમો યોજાઈ ગયા છે.

ગુજરાતના આ પ્રથમ પત્રકારત્વ ભવનની શરૂઆતનું 7971માં ‘ફુલછાબ’ દૈનિકના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી નિમિતે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા જન્મભૂમિ જુથના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર અમૃતલાલ શેઠની સ્મૃતિને જીવંત રાખવા માટે સૌરાષ્ટ્ર યુનિ.ને પત્રકારત્વનો અભ્યાસ ક્રમ શરૂ કરવા માટે રૂ। ૧લાખનું અનુદાન આપવામાં આવેલું અને સૌરાષ્ટ્ર યુનિ.એ એ.ડી. શેઠ નામનું પત્રકારત્વ ભવન 1973માં શરૂ કરીને 10 બેઠક સાથે પત્રકારત્વનો અભ્યાસક્રમ શરૂ કર્યો.

ભવનમાં પત્રકારત્વના ડિપ્લોમાં પછી બેચલર, પી.જી.ડિપ્લોમાં, માસ્ટર, એમ.ફિલ અને પી.એસ.ડી.ના અભ્યાસક્રમો શરૂ થયા જેમાંથી હવે પીજીડીએમસી, એમજેએમસી,તથા પીએચડીના અભ્યાસ ક્રમો ચાલુ છે. અત્યાર સુધીમાં ભવનમાંથી 2000 જેટલા પત્રકારોએ પદવી અને 17 જેટલી સંશોધકોએ પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી છે. એમ.જે.એમ.સી.માં પ્રથમ આવનાર વિદ્યાર્થીને વિક્રમ કિશોર બુચ પારિતોષિક તથા સ્વ.વેલજીભાઈ ગણાત્રા સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. ભવન દ્વારા દરવર્ષે વિવિધ માધ્યમોની મૂલાકાત તથા શૈક્ષણીક પ્રવાસના આયોજનો કરવામાં આવે છે.

આ સમાચારને શેર કરો