ગુજરાત: આજે એક પણ કોરોના પોઝિટિવ કેસ નહિ, વડોદરામાં ૧નું મોત.
ગુજરાતમાં આજે સાત દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ગાંધીનગર : આજે ગુજરાતમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી . ગઈ સાંજે પોરબંદરના બે વ્યક્તિનો રિપોર્ટ જામનગર ની જી.જી. હોસ્પિટલમાં પોઝિટિવ આવ્યા બાદ આજે કોઈ પણ અન્ય રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. ગાંધીનગરથી સવારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ ૮૭ નોંધાયા છે. આ ઉપરાંત, વડોદરામાં કોરોના પોઝિટિવ આવેલ એક દર્દીએ દમ તોડ્યો હતો. આ સાથે રાજ્યમાં કુલ મોત ૭ થયા છે. તેમજ ગુજરાતમાં આજે સાત દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
સુરતમાં ડી માર્ટને બંધ કરી દેવા સુરત મહાનરપાલિકાએ આદેશ કર્યો છે. ડી માર્ટ કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ૩૦૭૯ અન્ય કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સુરતના પાંડેસરા-બામરોલી રોડ પર આવેલી ડી-માર્ટ સ્ટોર્સમાં પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહેલા 22 વર્ષના યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ સુરતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો વધીને 10 થઈ ગયો છે. હાલ આ યુવકને ન્યૂ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કોરોના-ગુજરાત અપડેટ્સ :
–વડોદરામાં 52 વર્ષીય ષુરૂષનુ મૃત્યુ
–કુલ મૃત્યુ-7, અમદાવાદ-3, સુરત-1, વડોદરા-1, ભાવનગર-2
–ગુજરાતમાં કુલ 87 પોઝિટિવ કેસ : અમદાવાદ -31, ગાંધીનગર -11, રાજકોટ -10, સુરત -12, વડોદરામાં 9, ભાવનગર-6, ગીર સોમનાથ-2, પોરબંદર-3, કચ્છ-મહેસાણા-પંચમહાલમાં 1-1-1.