વાંકાનેર: પીપરડી ગામ નજીક યુટીલીટી અને મોટર સાયકલ વચ્ચે ગંભીર અકસ્માત: ૧નું મોત
વાંકાનેર: પીપરડી ગામ નજીક ગઈકાલે બપોરના દોઢ-બે વાગ્યાની આસપાસ એક યુટીલીટી વાળા એ સામેથી આવતાં મોટરસાયકલ ચાલકને ઉડાડતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે કમકમાટિ ભર્યું મોત નીપજ્યું હતું અને તેમની પત્નીને તથા એક નાની બાળકીને ઇજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપરડી ગામ પાસે આવેલ મચ્છુ 1 ડેમમાં મચ્છીમારીનો ધંધો કરતા ડેમના કાંઠે ઝૂંપડું બનાવીને રહેતા સુલેમાનભાઈ તેમના મોટર સાયકલમાં તેમની પત્ની અને બાળકો સાથે પીપરડી ગામ ખાતે ખરીદી કરવા આવતા હતા ત્યારે જલસીકા અને પીપરડી વચ્ચે સામેથી ખોળ ભરેલી આવતી યુટીલીટી Gj 03 AX 5182એ મોટર સાયકલને ઉડાડ્યું હોતુ, જેમાં મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું તેમનો પગ સાઉ જુડો પડી ગયો હતો. જ્યારે તેમની પત્નીને પણ ગંભીર ઇજા પહોંચી છે અને એક નાની પુત્રીને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું જ્યારે બે પુત્રનો આબાદ બચાવ થયો હતો.
આ અકસ્માત થતાં ત્યાંથી પસાર થતા લોકોએ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા 108ને ફોન કર્યો હતો તેમજ આ બનાવને પીપરડીમાં જાણ થતાં ત્યાંથી યુવાનો અને ગ્રામ પંચાયતના સભ્ય દોડી આવ્યા હતા ઇજાગ્રસ્તોને 108 મારફત રાજકોટ અને મૃતકની ડેડબોડી વાંકાનેર ખાતે પીએમ માટે મોકલવામાં આવી હતી.
જુઓ વિડિયો….
કપ્તાનનું ફેસબુક પેજ અને યુટ્યૂબ ચેનલને લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો…