Placeholder canvas

ચોટીલામાં રોપ-વે સામેની અરજી ફગાવતી ગુજરાત હાઇકોર્ટ

ચોટીલા: પ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલાના રોપ-વે પ્રોજેકટમાં હવે આખરી વિઘ્ન પણ દુર થયું છે, આ યાત્રાધામમાં રોપ-વે બનાવવાના પ્રોજેકટ સામે હાઇકોર્ટમાં થયેલી અરજી ફગાવી દેવાઇ છે. ચોટીલા ડુંગર પર તૈયાર થયેલા આ પ્રોજેકટ સંદર્ભમાં અરજદારે સવાલો ઉઠાવ્યા હતા

પરંતુ ભાવિકો અને યાત્રિકોની સુવિધા માટે તથા પ્રવાસનને વેગ આપવા માટે યાત્રાધામની પવિત્રતા જળવાઇ રહે તે નિશ્ચીત કરીને આ રોપ-વે પ્રોજેકટ તૈયાર કરાયો હતો જેની સામેની અરજી હાઇકોર્ટે ફગાવતા આ રોપ-વે પ્રોજેકટ આગળ વધારાશે. આ રોપ-વે પ્રોજેકટ અંગે કેન્દ્ર સહિતની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જુનાગઢમાં ગીરનાર રોપ-વેને મંજૂરી મળી તે સમયે જ ચોટીલા ડુંગર ઉપર પણ રોપ-વેની યોજના અંગે ચર્ચા થઇ હતી પરંતુ આ રોપ-વે પ્રોજેકટ માટે જે ટેકનોલોજી અપનાવાઇ રહી છે તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન થઇ હતી અને ખાસ કરીને મોરબી પુલ દુર્ઘટનાનો હવાલો આપીને જણાવ્યું કે આ પ્રકારની આઉટડેટ ટેકનોલોજીના કારણે યાત્રિકો પર જોખમ સર્જાશે અને મોટી દુર્ઘટના થવાનો પણ ભય છે. ઉપરાંત કોન્ટ્રાકટર અંગે પણ પ્રશ્ન ઉઠાવાયા હતા. પરંતુ ગુજરાત હાઇકોર્ટે તમામ પાસાઓને તપાસ્યા બાદ આ પ્રોજેકટને લીલી ઝંડી આપી દીધી છે અને ટુંક સમયમાં આ પ્રોજેકટ આગળ વધશે તે નિશ્ચીત છે.

આ સમાચારને શેર કરો